ગુજરાત હાઈકોર્ટે દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો માટે પટાવાળા વર્ગ-4 ની ભરતી , જેમાં પટાવાળા,ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ અટેન્ડન્ટ – ડોમેસ્ટિક અટેન્ડન્ટ અને વિવિધ જગ્યાઓની ભરતી માટે એક અધિકૃત જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટે ની ભરતીમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ ગુજરાત હાઈકોર્ટે ની ભરતી માટે અધિકૃત વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટેની પટાવાળા વર્ગ-4 ની ભરતી માટે શેક્ષણિક લાયકાત, એપ્લીકેશન ફી, વય મર્યાદા, પગાર ધોરણ વગેરેની માહિતી નીચે આપેલી છે.
ગુજરાત હાઈકોર્ટે ભરતીની હાઇલાઇટ
ભરતી બોર્ડ | ગુજરાત હાઈકોર્ટે |
જાહેરાત ક્રમાંક | RC/1434/2022 | RC (l/LC)/1434/2022 |
જગ્યાનું નામ | પટાવાળા વર્ગ-4 |
કુલ જગ્યા | 1510 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
અધિકૃત વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
જાહેરાત ક્રમાંક – RC/1434/2022 – કુલ જગ્યા 1499
- પટાવાળા
- ચોકીદાર
- જેલ વાર્ડર
- સ્વીપર
- વોટર સર્વર
- લીફ્ટમેન
- હોમ અટેન્ડન્ટ – ડોમેસ્ટિક અટેન્ડન્ટ
જાહેરાત ક્રમાંક – RC(I/LC)/1434/2022 – કુલ જગ્યા 11
- પટાવાળા
- ચોકીદાર
- હોમ અટેન્ડન્ટ – ડોમેસ્ટિક અટેન્ડન્ટ
ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-10 (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
- ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
Gujarat High Court Recruitment વય મર્યાદા
- ન્યૂનતમ વયમર્યાદા : 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- મહત્તમ વયમર્યાદા: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- વયમર્યાદામાં છૂટછાટ – (૧) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળાં વર્ગના ઉમેદવારો, ડિફ્રન્ટલી એબલ્ડ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો / હુકમો / ઠરાવો / જોગવાઇઓ / નીતિઓ અનુસાર નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ
પગાર ધોરણ: ₹. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ)
ગુજરાત હાઈકોર્ટ ભરતી પરીક્ષા ફીઃ-
ઉમેદવારે નીચે મુજબ ફી ચૂકવવાની રહેશે.
- સામાન્ય વર્ગ – રૂા.૬૦૦/- + બેંક ચાર્જીસ
- અ.જા. / અ.જ.જા. / સા. અને શૈ.પ. વર્ગ / આ.ન. વર્ગ / ડિફ્રન્ટલી એબલ્ડ / માજી સૈનિક ઉમેદવારો માટે – રૂા.૩૦૦/- + બેંક ચાર્જીસ
પરીક્ષા ફી ભરવાની રીતઃ-
ઉમેદવારે HC-OJAS પોર્ટલ પર ઉપલબ્ધ ‘પ્રિન્ટ એપ્લીકેશન પે-ફી’ મેનુ બટન દ્વારા ‘SBI e-pay’ થી ફી ભરવાની રહેશે. ઉમેદવારે ત્યાં આપેલ ‘Instructions/Help’ ને ધ્યાનપૂર્વક વાંચી અને સમજી લેવી. ફી બે રીતે ભરી શકાશે (a) ઓનલાઇન પેમેન્ટ અને (b) ઓફ લાઇન પેમેન્ટ-
(a) ઓનલાઇન પેમેન્ટ મોડઃ ‘SBI e-pay’ દ્વારા નેટ બેન્કીંગ, ક્રેડીટકાર્ડ, ડેબીટકાર્ડ, મોબાઇલ બેન્કીંગના માધ્યમથી ઓનલાઇન ફી ભરી શકાશે. ઓનલાઇન પેમેન્ટ મોડથી ફી ભર્યા બાદ ઈ- રીસીપ્ટ મેળવી લેવાની રહેશે. જે પરીક્ષા તથા પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે રજુ કરવાની રહેશે. જો કોઇ કારણોસર ટ્રાન્જેક્શન / પેમેન્ટ નિષ્ફળ થાય તો તે માટે ત્યાં આપેલ ‘Instructions / Help’ નુ પાલન કરવાનું રહેશે. ઇ-રીસીપ્ટ જે તે સમયે જ જનરેટ થતી હોવાથી તેની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી સાચવીને રાખવી ત્યારબાદ ફરીથી મેળવી શકાશે
(b) ઓફ લાઇન પેમેન્ટ મોડઃ જો ઉમેદવાર ‘કેશ ચલણ (ઓફ લાઇન)’ ઓપ્શન સીલેક્ટ કરશે તો, ‘કેશ-ચલણ’ પ્રિન્ટ કરી, ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય સુધીમાં SBI ની કોઇપણ બ્રાન્ચમાં જરૂરી ફી ભરવાની રહેશે. ચલણની એક કોપી બેંક લઇ લેશે અને બીજી કોપી ઉમેદવારને પરત કરશે, જે ઉમેદવારે પરીક્ષા તથા પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે. ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય પછી કોઈપણ સંજોગોમાં પરીક્ષા ફી ભરી શકાશે નહીં.
નોંધ – ઉમેદવારે ઇ-રીસીપ્ટ કે કેશ ચલણની કોપી ભરતી પ્રક્રીયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવાની રહેશે તથા જ્યારે જ્યારે હાઇકોર્ટ દ્વારા માંગવામાં આવે ત્યારે ત્યારે રજૂ કરવાની રહેશે.
Gujarat High Court Recruitment માટે અરજીનો પ્રકાર
ગુજરાત હાઈકોર્ટે ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો જો ગુજરાત હાઈકોર્ટે ભરતી 2023 ની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ઓનલાઈન ફોર્મ 2023 કેવી રીતે ભરવું?
જે ઉમેદવારો પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે તેઓ HC-OJAS ની અધિકૃત વેબસાઇટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની ભરતી 2023 ઓનલાઇન અરજી કરી શકે છે. HC OJAS પટાવાળા ઑનલાઇન ફોર્મ સરળતાથી ભરવા માટે નીચેના સ્ટેપ્સ તપાસો.
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://hc-ojas.gujarat.gov.in/ની મુલાકાત લેવી જોઈએ.
- આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઇન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ:- 08-05-2023
અરજી કરવાની છેલ્લી તારીખ:- 29-05-2023
Gujarat High Court bharti 2023 Important Links
Apply Online | Click Here |
Official Notification RC/1434/2022 | Download |
Official Notification RC(I/LC)/1434/2022 | Download |
Official Website | Check Here |